બે ભારતીય યુવકોએ ન્યૂ જર્સીમાં સ્વામીનારાયણ મંદિરમાં સજાતીય લગ્ન કર્યા

Friday 26th July 2019 07:36 EDT
 
 

ન્યૂ જર્સીઃ અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં ડાન્સ એકેડેમી ચલાવતા ગુજરાતી કોરિયોગ્રાફર અમિત શાહે તેના દોસ્ત આદિત્ય મદિરાજુ સાથે તાજેતરમાં રંગેચંગે અને પૂરી ધાર્મિક વિધિથી સમલૈંગિક લગ્ન કરી લીધાં છે. ન્યૂ જર્સીના સ્વામીનારાયણ મંદિરમાં તેમના લગ્ન લેવાયાં હતાં. બંને ત્રણ વર્ષ પહેલાં એક બારમાં પહેલી વાર મળ્યા હતા. બંનેએ એકબીજાના નંબર એક્સચેન્જ કર્યાં અને પછી અવારનવાર મળતાં મિત્રતા પ્રેમમાં પરિણમી. એક ઇન્ટરવ્યૂમાં અમિત અને આદિત્યનું કહેવું છે કે તેઓ જ્યારે એકમેકને ડેટ કરી રહ્યા હતા ત્યારે તેઓ લગ્ન કરીને સાથે રહેશે એવું બિલકુલ નહોતું વિચાર્યું. જોકે ઘણો સમય સાથે રહેતાં બંનેની ફિલિંગ્સ ગહેરી થવા લાગી અને તેમને મેડ પોર ઇચઅધર જેવી ફીલ આવતાં તેમણે પેરન્ટ્સને આ વાત કરી. બંનેના પેરન્ટસે આ વાતને વધાવી લીધી. અમિત અને આદિત્યએ પોતાનાં લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેઅર પણ કરી હતી. ફેશન ડિઝાઇનર અનિતા ડોગરેએ પણ ટ્વિટ કરીને આ અનોખા દુલ્હા-દુલ્હને તેણે ડિઝાઈન કરેલા કોસ્ચ્યુમ પહેર્યા હોવાનું જાહેર કર્યું હતું. આદિત્યના પેરન્ટ્સ ઇન્ડિયામાં રહે છે. જ્યારે અમિતનો પરિવાર અમેરિકામાં રહે છે. બંનેના પરિવારો આ લગ્નમાં સામેલ થેયલાં. ખુલ્લા મનના લોકો આ લગ્ને પણ વધાવી રહ્યા છે. જ્યારે ભદી કમેન્ટ કરીને કનડનારાઓનો પણ કંઈ તોટો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter