ભટાસણાના પાટીદાર યુવકની જ્યોર્જિયામાં ગોળી મારી હત્યા

Wednesday 18th December 2019 07:08 EST
 

કડીઃ જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ (ઉં. ૪૮) છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈ પટેલ તાજેતરમાં તેના કુટુંબી મનીષભાઈ પટેલને તેમના સ્ટોરમાં મળવા ગયા હતા. નવનીતભાઈએ સ્ટોરમાં જેવો પ્રવેશ કર્યો કે અગાઉથી જ લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી ગયેલા લૂંટારુઓએ તેમના પર ફાયરિંગ કર્યું અને નવનીતભાઈનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે, ભીખાભાઈનો અન્ય પરિવાર અમદાવાદના રાણીપમાં રહે છે.
અગાઉ પાંચની હત્યા થઇ ચૂકી છે
ઉલ્લેખનીય છે કે અગાઉ મકેલમાં કૈયલ ગામના યુવકની, જ્યોર્જિયાના કેટીકીમાં અંબાસણના યુવકની, કડીના ગણેશપુરાના યુવકની, માણસાના ખરણા ગામના ચિરાગ પટેલની અને જોટાણાના ભટાસણ ગામના કિરણ પટેલની હત્યા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત ૧૪ નવેમ્બરે ભટાસણના કિરણ પટેલની હત્યા બાદ બે માસમાં બીજી હત્યાની ઘટના બની છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter