અમેરિકામાં સ્ટોર ધરાવતા વડોદરાના કૈલાશ બનાનીની ગોળી મારીને હત્યા

Wednesday 09th January 2019 06:20 EST
 
 

વડોદરાઃ અમેરિકાના વર્જીન આયલેન્ડમાં પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા વડોદરાના આધેડ કૈલાશ બનાનીની ચોથીએ હત્યાના અહેવાલ છે. કૈલાશ પરિવાર સાથે વડોદરાના આર. વી. દેસાઇ રોડ પર રહેતા હતા અને છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકા સ્થાયી થયા હતા.
કૈલાશ ચોથીએ, શુક્રવારે સ્ટોર બંધ કરીને તેમની કારમાં ઘેર જઇ રહ્યાં હતા. ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી તેમણે કાર ઉભી રાખી હતી. એ સમયે પાછળ આવેલી એક કારના ચાલકે કૈલાશની કારને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. ટક્કર બાદ કારમાંથી કેટલાક અજાણ્યા યુવાનો બહાર આવ્યા હતા. તેઓએ ઝઘડો કરીને કૈલાશને ગોળી મારી દીધી હતી.
૪૯ વર્ષીય કૈલાશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતાં તેઓના વડોદરા સ્થિત પરિવાર તથા મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેમના સ્થાનિક મિત્ર વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કૈલાશ બનાની હજી ગત નવરાત્રીએ વડોદરા આવ્યા હતા. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ત્યાં વસવાટ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter