કોલેજિયન યુવતીનું અપહરણઃ દુષ્કર્મ

Wednesday 20th November 2019 06:26 EST
 

આણંદ: વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહીને બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઉકાઈની ૧૯ વર્ષીય યુવતી ૧૫મીએ બપોરે ૪.૦૦ વાગ્યે કોલેજથી ચાલતી હોસ્ટલ જતી હતી ત્યારે કિશન બચુ રાઠવાએ કારમાં તેનું અપહરણ કર્યું અને અજાણ્યા સ્થળે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બચુએ યુવતીને ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો તેના ફોટા વાઈરલ કરશે. પહેલાં તો યુવતી ભયભીત થઈ પરંતુ પછીથી આ મામલે યુવતીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસ બાદ જણાવ્યું કે ૨૪ વર્ષીય બચુ બાકરોલ-વડતાલ પરની એક બેકરીમાં નોકરી કરતો હતો અને યુવતીને વર્ષ ૨૦૧૫થી ઓળખતો હતો. હાલમાં પોલીસ યુવકની શોધમાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter