ક્રિકેટર મુનાફ પટેલની ક્રિકેટ હિતરક્ષક સમિતિના પ્રમુખને ધમકી

Wednesday 11th September 2019 08:26 EDT
 

વડોદરા: ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે પોતાને જાનથી મારી નાંખી ધમકી આપી હોવાની અરજી વડોદરા ક્રિકેટ હિત રક્ષક સિમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. દેવેન્દ્ર સુરતીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ગરીબ બાળકોને ક્રિકેટ રમાડવાનું અભિયાન ચલાવે છે અને બરોડા ક્રિકેટ એસોસિએશન સામે ન્યાય માગે છે. જેથી મુનાફ પટેલે તેમને ફોન કરી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાને અગાઉ ચારથી પાંચ વખત મુનાફ પટેલે ધમકી આપી હોવાનો દાવો દેવેન્દ્ર સુરતીએ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter