ગળતેશ્વર નજીક અકસ્માતઃ પાંચનાં મોત

Wednesday 16th October 2019 06:46 EDT
 

અમદાવાદઃ ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે રવિવારે સવારે ૬.૦૦ વાગ્યે વડતાલ મંદિરે દર્શન કરવા કારમાં નીકળ્યા હતા. વડતાલ મંદિરે દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી લક્ઝરી બસ સાથે કાર અથડાઈ હતી, જેમાં મંદિરના કોઠારી સહિત ૫ વ્યક્તિનાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયાં હતાં. ૧ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે આસપાસથી સ્થાનિકો અને વાહનચાલકો તુરંત જ મદદે દોડી આવ્યા હતા. સેવાલિયા અને ઠાસરા પોલીસ પણ ઘટનાની જાણ થતાં જ તુરંત સ્થળ ઉપર દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતમાં હરિપ્રસાદ પટેલ ( ઉં ૭૦)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આશ્ચર્યજનક બાબત એ હતી કે, અકસ્માત સર્જાયો તે સમયે કારની સ્પીડ ૧૦૦થી વધુની હતી. લક્ઝરી સાથે ટક્કર થતાંની સાથે જ એરબેગ ખૂલી હતી, છતાં કારમાં બેઠેલા ૪ લોકો બચી શક્યા નહોતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter