ડાકણના વહેમથી મહિલાનું માથું કપાયું

Wednesday 05th December 2018 06:09 EST
 

છોટાઉદેપુર: ભોરદા ગામે ૨૬મી નવેમ્બરે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવાનું માથું કાપીને ભોરદા નદીમાં દાટી દીધાનું રંગપુર પોલીસમાં નોંધાયું છે. પોલીસે જણાવ્યું કે, મરનાર મહિલા રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવા રહે. ભોરદા પોતાના ઘરે સૂતી હતી. તે દરમિયાન પાછલા ભાગની બારીના વેન્ટિલેશનના સળિયા વાળી દઈ ઘરમાં પ્રવેશ કરીને કેટલાક લોકો તેનું માથું કાપીને લઈ ગયા હતા. ત્યાં  અગલગોટાથી આવેલા મહેમાન પણ હતા. તેઓને પણ ધમકી આપી હતી. આ ગુનામાં સામેલ આરોપી છગન માલસિંગ રાઠવાની પોલીસે અટકાયત કરી છે. ડાકણના વહેમમાં આ ખૂન કર્યું હોવાની શંકા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter