નાણાંની ઉચાપત મામલે આણંદના કોંગ્રેસ પ્રમુખ વિનુ ઠાકોર સસ્પેન્ડ

Wednesday 16th October 2019 07:06 EDT
 

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં આણંદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વિનુ ઠાકોર સામે નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને  કારણે વિનુ ઠાકોરને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. અમિત ચાવડાએ ફરિયાદના પત્રમાં જણાવ્યું હતું કે, વિનુ ઠાકોર સામે સ્થાનિક સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપતની ફરિયાદો, જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે ગેરરીતિપૂર્ણ આર્થિક લેવડ દેવડ અને આર્થિક ગોલમાલની રજૂઆતોની હકીકતો જોતાં આ નિર્ણય લેવાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter