વડોદરાના કમાટીબાગમાં કસરત કરતી વેળા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

Wednesday 16th June 2021 05:30 EDT
 
 

વડોદરાઃ અનલોકમાં બાગ-બગીચાઓ શરૂ કરવાના પહેલાં જ દિવસે કમાટીબાગમાં સવારે કસરત કરી રહેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બાગ-બગીચા ૧૮ માર્ચથી બંધ હતા. હાલમાં કોરોના સંક્રમણ ઘટતા સરકારે બાગ-બગીચા ખુલ્લા મૂકવાનો નિર્ણય હતો. શુક્રવારથી સવારે શહેરના કમાટીબાગમાં મોર્નિંગ વોક કરવા લોકો ઉમટી પડ્યા હતા. કારેલીબાગ વિસ્તારની કીર્તિ કુંજ સોસાયટીમાં રહેતા વિજયભાઈ રતિલાલ ચોક્સી સવારે કસરત કરવા માટે કમાટીબાગ ગયા હતા. તેઓએ સવારે કમાટીબાગમાં થયેલી આરતીમાં પણ ભાગ લીધો હતો. જોકે, કસરત કરતી વેળાએ તેઓને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter