૨૦ નબીરા દારૂની મહેફિલ માણતા પકડાયા

Thursday 17th January 2019 05:53 EST
 

વડોદરા: શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ દવાખાના પાસે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણને દિવસે લોકો મકરસંક્રાતિનો તહેવાર ઉજવી રહ્યા હતાં ત્યારે હાઈપ્રોફાઈલ નબીરાઓ દારૂની જિયાફત ઉડાવતા પકડી લેવામાં આવ્યા હતા. આઠ મહિલાઓ સહિત કુલ ૨૦ જણને પકડાયા હતા. ધાબા પર દારૂની પાર્ટી કરતા કેટલાક હાઈપ્રોફાઈલ નબીરાઓ ઝડપાયા છે. જેમાં ૧૨ પુરુષો અને ૮ મહિલાઓની અટકાયત કરાઈ છે. પોલીસે ૧૪મીએ મોડી રાત્રે મહેફિલમાં રેડ પાડતાં દારૂડિયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસ તમામ દારૂડિયાઓને હોસ્પિટલમાં લઈ જઈ ઓલ્કોહોલ ટેસ્ટ કરાયા પછી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter