મનુબર ગામના યુવાનનું સાઉથ આફ્રિકામાં રહસ્યમય મૃત્યુ

Wednesday 14th November 2018 06:32 EST
 
 

ભરૂચઃ મનુબર ગામના વતની અને કામધંધા અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા યુવાનના બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહે તર્ક વિતર્ક ઉભા કર્યાં છે.
મૃતક એક દિવસ અગાઉ ગુમ થયો હતો. બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હોવાના મનુબર ગામે અહેવાલ મળતાં આખા ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. ભરૂચના મનુબર ગામના વતની સાજિદ કેશવણવાલા સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગથી ૭૫ કિ.મી. દૂર આવેલા ફોકવિલમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. સાજિદ દસમીએ સાઉથ આફ્રિકાના તેના નિવાસેથી ગુમ થયા હતા. બીજા દિવસે ૧૧મી નવેમ્બરે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવાનના શંકાસ્પદ મોતના સમાચાર મળતાં પરિવારજનો અને વતનમાં વસતા લોકો દુઃખી થયા હતાં. સાજિદ કેશવાણવાળા છેલ્લા ચાર–પાંચ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રોજગારી માટે ગયો હતો. તેને તેની જ કારમાં જીવતો સળગાવી દેવાયો હોવાની વિગતો પ્રાથમિક તબક્કે તો બહાર આવી છે. હાલમાં સાઉથ આફ્રિકાના સ્થાનિક સુરક્ષા વિભાગે સળગેલી કાર મેળવીને અન્ય તપાસ હાથ ધરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter