યુએસ સ્ટેટ પ્રેસ બ્રીફિંગના નાયબ પ્રવક્તા પદે વેદાંત પટેલ

Wednesday 14th September 2022 06:56 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં વેદાંત પટેલ યુએસ સ્ટેટ પ્રેસ બ્રીફિંગના નાયબ પ્રવક્તા બનનારા પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ ઈન્ડો-અમેરિકન બનીને ઈતિહાસ સર્જ્યો છે. તેઓએ દૈનિક બ્રીફિંગની જવાબદારી સંભાળવાની છે.
વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ તેમના શાનદાર પ્રારંભ અને જબરજસ્ત પ્રોફેશનલિઝમની પ્રશંસા કરી છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસ વેકેશન પર છે તેમની ગેરહાજરીમાં 33 વર્ષીય પટેલે મીડિયા સમક્ષ ગૃહ વિભાગનો મોરચો સંભાળતના પ્રેસ બ્રીફીંગ કર્યું હતું. તેમના આ બ્રીફીંગ દરમિયાન વેદાંત પટેલે રશિયાની યુક્રેનમાં ઘૂસણખોરીથી લઈને ઈરાની સાથે પરમાણુ મુદ્દાને લઈને વાટાઘાટની જોડે લિઝ ટ્રસ યુકેના વડા પ્રધાન બન્યા તે બધા મુદ્દાઓને આવરી લીધા હતા. પટેલે આ સાથે જબરદસ્ત પ્રારંભ કર્યો હતો. વ્હાઈટ હાઉસ ખાતે સીનિયર એસોસિએટ કમ્યુનિકેશન્સ ડિરેક્ટર મેટ હિલે જણાવ્યું હતું કે પટેલે જબરજસ્ત પ્રારંભ કર્યો છે. વિશ્વસ્તરે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવું જબરજસ્ત જવાબદારી છે અને વેદાંતે વ્યવસાયિક અભિગમ અને સ્પષ્ટ કમ્યુનિકેશન સાથે આ જવાબદારી નીભાવી એમ હિલે જણાવ્યું હતું.
વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમણે કેલિફોર્નિયાની રિવરસાઈડ યુનિ.માંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter