વંદે ભારત ટ્રેનની સફળ ટ્રાયલઃ અમદાવાદથી મુંબઈ 5.14 કલાકમાં

Saturday 17th September 2022 06:15 EDT
 
 

સુરત: દેશની ત્રીજી અને પશ્વિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનની ગયા શુક્રવારે ટ્રાયલ રન યોજાઈ હતી. ટ્રાયલ રનમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 491 કિલોમીટરનું અંતર 5.14 કલાકમાં જ્યારે પરત ફરતી વેળા મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર 5.04 કલાકમાં કાપ્યું હતું. ટ્રેન સવારે 7.05 કલાકે કાલુપુર સ્ટેશનથી નીકળી બપોરે 12.19 કલાકે મુંબઈ પહોંચી હતી. જ્યારે મુંબઈથી બપોરે 1.08 કલાકે નીકળી સાંજે 6.12 કલાકે કાલુપુર પહોંચી હતી.
આ ટ્રેનની ટ્રાયલ રન 130ની ઝડપે કરાઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમજ ટ્રાયલ રનમાં ટ્રેને 5થી 5.15 કલાક સુધીમાં 491 કિલોમીટરની સફર પૂરી કરી દીધી હતી. રેલવે સૂત્રોના મતે આ ટ્રેન સંભવત નવરાત્રીથી દોડાવાશે. તેમજ લાખેણી તેજસ ટ્રેન કરતાં વંદે ભારત ટ્રેનનું ભાડું ઓછું હશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter