અમેરિકામાં ગોંડલની યુવતી વુમન ઓફ ધ યર બની

Wednesday 10th April 2019 08:05 EDT
 
 

ગોંડલઃ ગોંડલની યુવતી લીના જોશી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલી છે. અમેરિકાના ક્લાસ ટેક્સાસમાં હિબા એન્ટરટેઇનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા વુમન ઓફ ધ યર કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. જેમાં ગોંડલના લીના જોશીએ વુમન ઓફ ધ યરનો એવોર્ડ તાજેતરમાં મેળવ્યો હતો. આ એવોર્ડ મિસ યુનિવર્સ સુસ્મિતા સેનના હસ્તે લીના જોશીને આપવામાં આવ્યો હતો.
લીના દ્વારા વુમન એન્વાયરમેન્ટ અને ઇમેજ કન્સલ્ટિંગના કાર્યમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે. હાલ તે ત્યાંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઈમેજ કન્સલ્ટીંગ દ્વારા કોચિંગ આપી રહ્યા છે. તેઓ બ્યુટી ઈમેજિનના કન્ટેસ્ટંટને પણ ગ્રૂમિંગ પ્રોવાઇડ કરી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલ મિસ સાઉથ એશિયા વર્લ્ડના આયોજનમાં તેઓએ જજ તરીકે ફરજ નિભાવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter