કંડલામાં મિથેનોલ ટેન્કમાં આગ લાગતાં ચાર ભુંજાયા

Wednesday 08th January 2020 05:26 EST
 

ગાંધીધામ: કંડલાના ખાનગી ટેન્ક ફાર્મ એવા ઈન્ડિયન મેલાસિસ કંપની (આઈએમસી)ના મિથેનોલ ભરેલા ટાંકામાં ૩૦મી ડિસેમ્બરે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી અને ચાર જણા આગમાં ભુંજાયા હતા. મૃતકો વેલ્ડિંગના કામે આવ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું. આ ટેન્કમાં અંદાજે ર૦૦૦ ટન મિથેનોલ ભર્યું હોવાના કારણે આગ પર કાબૂ મેળવવો અઘરો થઈ પડયો હોવાનું જાણવા મળ્યું હતું. આગના કારણે ટોચ ઉપરના છાપરા ઉડી ગયા હતા અને દૂરથી ધુમાડા જોવા મળ્યા હતા. આયાત થઈને કંડલા બંદરે આવતા ઓઈલ અને કેમિકલને સંગ્રહવા માટે આઈએમસી દ્વારા ખાનગી ટાંકાઓ ઊભા કરાયા હતા. તેમાં હેઝાર્ડસ સહિતના કેમિકલ હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter