જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ઉમેદવારી નોંધાવી

Thursday 17th November 2022 05:22 EST
 
 

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સોમવારે સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. તેમણે જામનગર-ઉત્તરની બેઠક પરથી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. આ સમયે તેમનની સાથે પતિ રવિન્દ્ર જાડેજા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ત્રણેય વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter