જામનગરમાં ખેલૈયા સળગતા અંગારા પર રાસ રમ્યા

Saturday 21st October 2023 16:51 EDT
 
 

જામનગરઃ શહેરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ માટે ખેલૈયા સતત બે મહિના પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી વડે અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમિયાન એક ખેલૈયાના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે. અંગારા રાસ દરમિયાન ખેલૈયા પગમાં પણ કોઇ પણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. તદઉપરાંત આ ગરબી મંડળનો તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે.
શહેરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી પોતાના વિવિધ પ્રાચીન રાસને કારણે પ્રખ્યાત છે. આ ગરબી દ્વારા સળગતા અંગારા પર મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બે મહિનાની સખત પ્રેક્ટિસ બાદ યુવકોએ આ રાસ રજૂ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter