ઝાલાવાડમાં ભાજપી નેતાને હનીટ્રેપમાં ફસાવવાની કોશિશ

Wednesday 13th March 2019 06:54 EDT
 

લખતરઃ બજરંગપુરાના અને હાલ વઢવાણમાં રહેતા ભાજપના નેતાને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૬૦ લાખ માગ્યાની ફરિયાદ થતાં બી ડિવિઝન પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે. તમારો જમીનનો કેસ પતાવવો છે તેમ કહીને આરોપી હિના બાવાજી, અનિરુદ્ધસિંહ ચૌહાણ અને અશોક રામીએ ભાજપી નેતા વનરાજસિંહને હીનાબહેનના ઘેર બોલાવ્યા હતા. ત્યાં જામીનના કાગળો જોવાનું કહીને હીનાએ વનરાજસિંહને મોહજાળમાં ફસાવીને શરીર સંબંધ બાંધ્યો હતો અને આ પળોનો વીડિયો ઉતારી લેવાયો હતો.
આ તસવીરો વનરાજસિંહના પુત્ર મહાવીરસિંહને બતાવી રૂ. ૮૦ લાખ માગવામાં આવ્યા હતા અને છેલ્લે રૂ. ૬૦ લાખ આપવાનું ફાઈનલ થયું હતું. આઠમી માર્ચના રોજ આ ત્રણે રૂ. ૬૦ લાખનું પેમેન્ટ લેવા દૂધની ડેરી પાસે આવવાના હતા ત્યારે વનરાજસિંહ પોલીસને સિવિલ ડ્રેસમાં લઇને આવ્યા હતા અને ત્રણેયને ઝડપી લેવાયા હતા. જેના પાંચ દિવસના રિમાન્ડ લેવાયા છે. આ હનીટ્રેપની તપાસ પીએસઆઇ એન બી ડોડિયા અને ડીવાયએસપી વાણંદ
ચલાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter