તળાવમાં નહાવા પડેલા ત્રણ સગા ભાઇઓનાં ડૂબી જતાં મૃત્યુ

Wednesday 23rd October 2019 07:05 EDT
 

ભાવનગર: વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે ૫થી ૧૦ વર્ષના ત્રણ પુત્રો નહાવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબતાં ગ્રામજનો બચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ત્રણેય બાળકો સગા ભાઇઓ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા હતા.

મૃતકોનાં નામ

પૃથ્વી સુખાભાઇ ચૌહાણ (ઉ. ૧૦)
ચિરાગ સુખાભાઇ ચૌહાણ (ઉ. ૮)
હાર્દિક સુખાભાઇ ચૌહાણ  (ઉ. ૬)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter