તિજોરી ન તૂટતાં બેંકમાં આગ લગાવીઃ રૂ. ૧.૩૪ લાખની નોટો ખાક

Wednesday 16th October 2019 06:42 EDT
 

જૂનાગઢઃ કેશોદ તાલુકાના અગતરાયમાં આવેલી જિલ્લા સહકારી બેંકની શાખામાં ૧૧મી ઓક્ટેબરે વહેલી સવારે અજાણ્યો માણસ ચોરીના ઈરાદે ઘૂસી આવ્યો હતો. બેંકના તાળા તોડીને તે બેંકમાં ઘૂસ્યો, પણ તિજોરી ન ખુલી. અંતે ગુસ્સે ભરાઈને તેણે બેંકમાં આગ લગાવી દીધી હતી.
તસ્કર બેંકમાં આગ લગાવી નાસી ગયો હતો. આ આગમાં ફર્નિચર, દસ્તાવેજ, કમ્પ્યુટર, બારી - બારણા સળગવા લાગ્યા હતા. જોકે રૂ. ૧૬ લાખની રકમ સહીસલામત બાચાવાઈ હતી અને ઉપરોક્ત માલસામાન બચાવવા કોશિશ થઈ હતી, પરંતુ રૂ. ૧.૩૪ લાખની નોટોને આગ લાગતાં રાખ થઈ
ગઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter