પુત્રજન્મની લહાયમાં દાદીમાએ ૧૯ દિવસની બાળકીની હત્યા કરી

Wednesday 10th April 2019 08:11 EDT
 

ગોંડલઃ મોવિયા રોડ ઉપર ૧૯ દિવસની બાળાનું છઠ્ઠીએ શંકાસ્પદ મોત થયાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકીનાં દાદીની આરોપી તરીકે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની ૧૯ દિવસની પુત્રી કીંજલને તેના જ દાદી શાંતાબહેને છઠ્ઠી એપ્રિલે ઝેરી દવા પીવડાવીને તેની હત્યા કર્યાની ઘટના બની છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ શાંતાબહેન (ઉં. ૬૦)ની ધરપકડ કરી લીધી હતી.
હીરા-ઘસવાનું કામ કરતાં કેતનભાઈ રૈયાણીની ૧૯ દિવસની દીકરી છઠ્ઠીએ કજિયે ચડી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી. દરમિયાન કેતનભાઇ દ્વારા પુત્રીને દાદીમા દ્વારા જ પીવડાવવામાં આવેલાં ટીપામાં ઝેર હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી. જેની મેડિકલ તપાસ કરાતાં શંકા સાચી ઠરી હતી. પોલીસે શાંતાબહેનની પૂછપરછ કરતાં તેમણે બીજી પુત્રી જોઈતી ન હોવાથી કીંજલની દવાની શીશીમાં ઝેર ભેળવી દીધાનું કબૂલ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter