પુત્રીને સગર્ભા બનાવી દેનાર પાલક પિતાની ધરપકડ

Wednesday 18th March 2020 06:14 EDT
 

રાજકોટઃ કુવાડવા રોડ પરના નવાગામમાં રહેતી તરુણી પર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દેવાના આરોપસર તેના નેપાળી પાલક પિતા જેરામ ભુજાવન ચૌધરીની ૧૪મી માર્ચે પોલીસે ધરપકડ કરી હતી. પીડિતા માતાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પ્રથમ લગ્નથી માતાને એક પુત્રીનો જન્મ થયો હતો. પુત્રી ૩ વર્ષની થઇ ત્યારે પતિ તેને અને પુત્રીને તરછોડીને જતો રહ્યો હતો. એ પછી નેપાળના વતની અને નવાગામમાં રહેતા જેરામ ભુજાવન ચૌધરી સાથે તેણે લગ્ન કર્યાં હતાં. તાજેતમાં અંદાજે ૧૬ વર્ષની પુત્રીનું પેટ વધી જતાં અને તેને દુ:ખાવો ઉપડતાં તબીબી તપાસ માટે દવાખાને લઇ જવાઈ હતી. જેથી પુત્રી સગર્ભા હોવાનું અને તેને ચાર માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું હતું. એ પછી પુત્રીએ જણાવ્યું હતું કે, પાલક પિતા છેલ્લા બે વર્ષથી તેના પર બળજબરી કરતો હતો. આ કેસમાં પોલીસે જેરામની ધરપકડ કરીને તબીબી પરીક્ષણ કરતાં સગીરા તેના દ્વારા જ ગર્ભવતી બન્યાનું બહાર આવ્યું છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter