પૂર્વ સાંસદ સવશીભાઇ મકવાણાનું નિધન

Wednesday 10th April 2019 08:10 EDT
 

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને આદર્શ રાજકારણના માઈલસ્ટોન સવશીભાઈ મકવાણાનું ચોથીએ નિધન થયું છે. આથી ઝાલાવાડમાં સેવા અને શિક્ષણ સમન્વય રાજનીતિનો એક યુગ અસ્ત થયો છે. સાયલાના પજાળામાં તેઓની અંતિમ યાત્રામાં ભાજપ, કોંગ્રેસના રાજકીય આગેવાનો અને ઝાલાવાડના સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સેવાના ભેખધારીને અંતિમ વિદાય અપાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધજાળા ગાના વતની સવશીભાઈ મકવાણાએ શિક્ષક તરીકે શરૂઆત કરી હતી. સેવાના ભેખધારી કોંગ્રેસના અડીખમ આગેવાન કરમશીભાઈ મકવાણાના નાનાભાઈ સવશભાઈએ લોકસેવક તરીકે નામના મેળવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter