પ્રતાપસિંહ ફરી ૧.૯૮૯ કિલો ગાંજા સાથે ઝડપાયો

Wednesday 27th November 2019 05:37 EST
 

રાજકોટ: બજરંગનગરમાં રહેતો પ્રતાપસિંહ જાડેજા ૧૮મી નવેમ્બરે ૧.૯૮૯ કિલો ગાંજા સાથે ફરી પકડાયો છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન લોઠડા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇક સાથે ઊભેલો પ્રતાપસિંહ શંકાસ્પદ જણાતા પોલીસે તેની જડતી લેતાં તેની પાસેથી આશરે રૂ. ૭૭૦૦૦નો ૧.૯૮૯ કિલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે પ્રતાપસિંહ પાસેથી ગાંજા, કેટલાક રૂપિયા, મોબાઇલ ફોન, બાઇક, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રતાપ ચાર મહિના પહેલાં પણ ૬ કિલો ગાંજા સાથે ઝડપાયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter