બાકી રહેલા એકમાત્ર અમરેલી જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસ

Tuesday 19th May 2020 06:39 EDT
 

અમરેલીઃ લોકડાઉનના ૫૦ દિવસ સુધી અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહી શક્યો હતો, પરંતુ સરકારે ૭૦ હજારથી વધુ લોકોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી અમરેલી જવાની છૂટ આપતાં જ આખરે કોરોના સુરતથી અમરેલી આવી પહોંચ્યો હતો. અમરેલી તાલુકાના ટીંબલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધા ૧૩મી મેએ અન્ય ૨૬ મુસાફરો સાથે અમરેલી આવ્યા બાદ આ વૃદ્ધાને તાવ આવ્યો હતો. અમરેલીના ટીંબલા ગામના અને સુરતથી આવેલાં ૬૭ વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતાં સૌને ચિંતા થઈ હતી. આમ ગુજરાત રાજ્યમાં એકેય જિલ્લો કોરોના મુક્ત રહ્યો નહીં. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter