બાપુએ હાકલ કરતા ભૂખ્યાજનો માટે કરોડોનું દાન એકત્ર

Wednesday 28th February 2018 06:22 EST
 
 

નૈરોબીઃ મોરારિબાપુની રામકથાનો ૨૪મી ફેબ્રુઆરીએ આફ્રિકાના નૈરોબીમાં પ્રારંભ થયો હતો. આ રામકથા અર્થે બાપુએ જ્યારે નૈરોબીની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ યજમાન કૌશિકભાઈ માણેકને પૂછ્યું કે, અહીં કોઈ એવો વિસ્તાર ખરો કે જ્યાં લોકોને અન્ન મળતું ન હોય? લોકો ભૂખ્યા સૂવે તો આપણને રોટલા કેમ ભાવે? યજમાને કહ્યું કે, એવા કેટલાક વિસ્તારો તો ખરા. આ વાતે બાપુને વિહવળ કર્યાં અને કથાના પ્રારંભે એમણે કેન્યાના વંચિતોને મદદ માટે હાકલ કરી. તેમની હાકલ કરતાંની માત્ર એક જ મિનિટમાં રૂ. એક કરોડ જેટલી રકમ એકઠી થઈ ગઈ હતી. બાપુએ આ રકમનો યોગ્ય ઉપયોગ કરીને ભૂખ્યાને રોટી આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter