ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ મહિપતસિંહ ચાવડા

Wednesday 13th March 2019 06:55 EDT
 

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની દસમીએ સાંજે તારીખ જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી હતી. જો કે તે પૂર્વે રાજ્ય સરકારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના કુલપતિ તરીકે અમદાવાદની એલ ડી આર્ટ્સ કોલેજના પ્રિ. મહિપતસિંહ ચાવડાની નિમણૂક જાહેર કરી હતી. જ્યારે કચ્છ, જૂનાગઢ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિની જાહેરાત બાકી છે જે હવે ચૂંટણી પછી થશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર અને પીવીસીની ઝડપી નિમણૂક થઈ હતી, પરંતુ કચ્છ જૂનાગઢ અને ચિલ્ડ્રન્સ યુનિ.માં નામ પર સહમતિ બની શકી નથી.  


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter