મોરબી પાસે અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ

Wednesday 11th September 2019 08:17 EDT
 

મોરબી: લાલપર પાસે સિરામિક સિટીમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતા અંચલભાઇ કુસ્વાહ (ઉં ૨૯)નો ૪થીએ જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી માટે તેમણે વીસીપરામાં રહેતાં અને પાણીપુરીનો ધંધો કરતા મિત્રો અને સંબંધી દિવ્યરાજ કુસ્વાહ અને તેના મોટાભાઇ અરુણભાઇ કુસ્વાહને બોલાવ્યા હતાં. ઉજવણી બાદ અંચલભાઇ તેના મિત્ર અને તેના મોટાભાઇને મૂકવા માટે હાઇ-વે પર ગયા હતાં. ત્યાં વાંકાનેર તરફથી આવી રહેલી એક રિક્ષા ઉભી રખાવી હતી. વાંકાનેરના રિક્ષાચાલક મહેબૂબભાઇ બાવાશાહ કાદરીની રિક્ષામાં બંને ભાઇ બેઠા એ જ વખતે પૂરઝડપે ધસી આવેલા ડમ્પરે રિક્ષા અને તેની પાસે ઉભેલા અંચલભાઇને અડફેટે લીધા હતાં. ડમ્પરની ઠોકર લાગવાથી રિક્ષાચાલક મહેબૂબભાઇ, અંચલભાઇ અને દિવ્યરાજ કુસ્વાહના મૃત્યુ નીપજ્યા હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter