રાજકોટમાં જ્વેલરી શો-રૂમમાં રૂ. ૧ કરોડના દાગીનાની લૂંટ

Thursday 29th April 2021 04:41 EDT
 

રાજકોટ: રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારના સંતકબીર રોડ પર ચંપકનગર-૩માં આવેલા શિવ જવેલર્સ નામના શો-રૂમના સોમવારે બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં ત્રણ લુંટારુ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યા હતા, ચાંદીની વીંટી ખરીદવાના બહાને વેપારી મોહનભાઇ વિરમભાઇ ડોડિયાના કામમાં પરોવ્યા બાદ બે શખ્સે વેપારી ઢોરમાર મારી પિસ્ટલ બતાવી બંધક બનાવ્યા હતા. અને રોકડ તેમજ સોનાના દાગીના સહિત કુલ રૂ. ૧કરોડની માલમતા લુંટી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ વેપારીને તિજોરીમાં પૂરી ત્રણેય લુંટારુ નાસી ગયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter