રાજકોટમાં સ્પા પર દરોડોઃ થાઇલેન્ડની સાત યુવતી વર્ક પરમિટ વગર કામ કરતી પકડાઈ

Wednesday 09th January 2019 06:18 EST
 

રાજકોટ: શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારના વધુ એક સ્પા પર પોલીસે ચોથીએ દરોડો પાડયો હતો. આ સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઇ હતી. સ્પાના સંચાલકની પણ ધરપકડ કરાઇ હતી. પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલા પિંક વેલનેસ સ્પા પર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે પોડેલા દરોડા દરમિયાન સ્પામાં કામ કરતી થાઇલેન્ડની સાત યુવતી મળી હતી. સરીનરથ છારૂનખિથાન, પીસામયયોથખામી, નામોય સીપોંગ, ઓરાથાઇટક સીનબુટ, સારાનકુન લાખમુ, નાનાયોમા અને પાપાવાડી યુવતીઓના પાસપોર્ટની ચકાસણી કરાઇ હતી. આ તપાસ દરમિયાન થાઇલેન્ડની યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર આવ્યાનું અને તેની પાસે ભારતમાં કામ કરવા માટે કોઇ વર્ક પરમિટ ન હોવાનું ખૂલ્યું હતું.
આથી સાતેય વિદેશી યુવતીઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા તેમના પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter