રાજકોટ અને ટંકારાની ત્રણ યુવતી દુષ્કર્મનો ભોગ બની

Monday 10th February 2020 07:49 EST
 

રાજકોટ: જામનગર રોડ પર રહેતી અને ધો. ૧૧માં અભ્યાસ કરતી સગીરા અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલો સત્યજીત સિંહ ઝાલા અવારનવાર મળતા હતા. ૨૨મી જાન્યુઆરીએ સત્યજિત સગીરાને કારમાં બેસાડીને માધાપર ચોકડી બાયપાસ પાસેના પુલ નીચે લઈ ગયો અને વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સત્યજીતે વિદ્યાર્થિનીને ધમકી આપીને કારમાંથી ઉતારી હતી કે, જો આ વાત કોઈને કરશે તો તેને મારી નાંખશે. એ પછી વિદ્યાર્થિનીએ પરિવારજનોને વાતની જાણ કરતા સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter