રિલાયન્સ જામનગરમાંથી ૧૦૦ ટન ઓક્સિજન મુંબઈ-ઇન્દોર પહોંચાડશે

Friday 23rd April 2021 04:19 EDT
 
 

જામનગરઃ કોરોનાના કહેરને પરિણામે ઠપ્પ થઈ ગયેલી ભારતની આર્થિક રાજધાનીને ફરીથી થાળે પાડવામાં મદદરૂપ થવા માટે જામનગરથી ૧૦૦ ટન ઓક્સિજનનો જથ્થો મુંબઈ મોકલવાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ નિર્ણય લીધો છે. આ જ રીતે ઇન્દરો પર રોજ ૧૦૦ ટન ઓક્સિજન મોકલવાનો નિર્ણય કર્યો હોવાનું ભાજપનના નેતા કૈલાસ વિજય વર્ગીયએ કરેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે. આ ટ્વિટ તેમણે ડિલિટ કરી નાખી હતી. કોરનાના ચેપના કેસો રોજબરોજ વધી રહ્યા છે ત્યારે ઓક્સિજનનની અછત ન સર્જાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ ટ્વિટ કરીને આજે આ જાહેરાત કરી છે. ભારતમાં કોરોનાના બીજા વેવમાં ઘણી રાજ્ય સરકારો ઉંઘતી ઝડપાઈ છે. તેથી ઓક્સિજનના સપ્લાયમાં તકલીફ પડી રહી છે. આ સંજોગોમાં રિલાયન્સે મહારાષ્ટ્રની મદદે જવાનું પસંદ કર્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter