લૌકિક ક્રિયામાં જતાં અકસ્માતઃ ૨ મહિલાનાં મોત, ૮ને ઇજા

Wednesday 27th November 2019 05:37 EST
 

કુવાડવાઃ કુચીયાદળના કોળી પરિવારના સભ્યો ૧૮મી નવેમ્બરે કૌટુંબિક સંબંધીનું મૃત્યુ થતાં લૌકિક ક્રિયા માટે છકડો રિક્ષામાં જઈ રહ્યો હતો. કુવાડવા જીઆઇડીસી પાસે છકડાને ટ્રકે ઠોકરે લેતાં છકડો પલ્ટી ખાઇ ગયો હતો. જેથી છકડોચાલક મનિષ કાબજીભાઇ બાવળિયા, છકડો ભાડે કરીને બેઠેલા છગનભાઇ વાલજીભાઇ ડાભી, તેમના પત્ની મંજુબહેન ડાભી, કુચીયાદળ ગામના જ બીજાં ડાભી પરિવારનાં મધુબહેન લાખાભાઇ, જસુબહેન જેરામભાઇ, પિન્ટુબહેન વસ્તાભાઇ, શારદાબહેન વાલજીભાઇ, હેમાબહેન વિઠ્ઠલભાઇ, દેવુબહેન મગનભાઇ, મંગાભાઇ કાનજીભાઇ અને જમુનાબહેન વાલજીભાઇને ઇજા પહોંચી હતી.
તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ની તાત્કાલિક તબીબી સેવા હેઠળની એમ્બ્યુલન્સ મારફત કુવાડવા સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટના દવાખાનાઓમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન મંજુબહેન છગનભાઇ ડાભી (ઉ. ૫૦) અને જસુબહેન જેરામભાઇ ડાભી (ઉ. ૭૦)નું મૃત્યુ થયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter