શેત્રુંજી નદીમાં ફ્લેમિંગો મહેમાન

Wednesday 12th February 2020 05:55 EST
 
 

અમરેલીઃ શહેરના કામનાથ સરોવરમાં છવાયેલી ગંદકીના કારણે સર્વત્ર જંગલી વેલ છવાઈ છે. જંગલી વેલનાં કારણે દર વર્ષે સરોવરની શોભામાં વધારો કરનારા યાયાવર પક્ષી ફ્લેમિંગો અહીં મહેમાન બનતાં અટકે છે. વિશ્વ પ્રવાસી ફ્લેમિંગો વિશ્વમાં આફ્રિકા, અમેરિકા, મિડલ ઇસ્ટ ઇન્ડિયામાં જ જોવા મળે છે. ફ્લેમિંગો કામનાથ સરોવરના બદલે અમરેલી નજીક આવેલા વાંડિયા ગામ પાસેની શેત્રુંજી નદીમાં લહેરાતા નીરનાં મહેમાન બન્યાં છે. ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ ઊડવાની ક્ષમતા ધરાવતા ફ્લેમિંગો નિહાળવાનો આનંદ જ અનેરો હોવાનું પ્રકૃતિપ્રેમીઓ જણાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter