સમર્પણ હોસ્પિટલને રૂ. ૫૧ લાખનું દાન

Wednesday 08th January 2020 05:25 EST
 

જામનગર: ઓ પી માહેશ્વરીની સેવા પ્રવૃત્તિઓમાં વધુ એક ઉમેરો થયો છે. શ્રી કબીર આશ્રમ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં રૂ. ૧૧ કરોડના નવી સિટી સ્કેન અને એમઆઇઆઇ મશીન વસાવવામાં આવનાર છે. તેમાં માહેશ્વરીએ રૂ. ૫૧ લાખનું દાન ૨૪ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ અર્પણ કર્યું છે. આ રકમનો ચેક સમર્પણ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી વાસ્તાભાઇ કેશવાલાને અપાયો હતો. ઉલ્લેખનીય છે કે જામનગરની આ સમર્પણ હોસ્પિટલમાં તેમના નામે ઓર્થોપેડિક ફેફસાનો વિભાગ કાર્યરત છે. ઉપરાંત તદ્દન નવો આઇસીયુ વિભાગ પણ ઓ પીનાં ધર્મપત્ની રંજનબહેનન માહેશ્વરીના નામે ચાલે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter