સોમનાથ મંદિરના ૧૫૦૦ કળશને સોનેથી મઢાશે

Wednesday 14th August 2019 06:14 EDT
 
 

જૂનાગઢ, વેરાવળઃ સોમનાથ મંદિરના ૧૫૦૦ કળશ આગામી સમયમાં સોનાથી મઢવાનું આયોજન હાથ ધરાયું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી. કે. લહેરીએ કહ્યું હતું કે, સોમનાથ મંદિરનાં ઘૂમટ પર ૧૫૦૦ કળશ છે. આ કળશને સોનેથી મઢવા માટેના આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓની સહાયથી ભગીરથ આયોજન કરાશે. તેમણે જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટ ૨૨૦૦થી ૨૫૦૦ યાત્રિકોને રહેવા અને જમવાની સુવિધા આપવા સક્ષમ છે. તાજેતરમાં સોમનાથમાં યોજાયેલા ગૌસવા સંવર્ધન પરિસંવાદમાં તેમણે આ માહિતી આપી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter