સ્વિડિશ કંપની આઈકિયા રાજ્યમાં રૂ. ૨૦૦૦ કરોડનું રોકાણ કરશે

Saturday 21st April 2018 07:22 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત સરકાર અને સ્વિડિશ હોમ ફર્નિશિંગ કંપની આઈકિયા વચ્ચે રાજ્યમાં હોમ ફર્નિશિંગ સ્ટોર્સ શરૂ કરવા માટેના તાજેતરમાં ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતમાં થયેલા કરાર પર ઉદ્યોગ અગ્રસચિવ મનોજકુમાર દાસ અને આઈકિયા ઇન્ડિયાના પ્રોપર્ટી હેડ ડેવિડ મેકકોસલેન્ડે હસ્તાક્ષર કર્યાં હતાં. મનોજકુમાર દાસે જણાવ્યું કે, ‘આઇકિયાના આગમનથી રાજ્યમાં રૂ. ૨૦૦૦થી રૂ. ૩૦૦૦ કરોડનું કરોડનું અંદાજિત રોકાણ આવશે. તેમજ ૨,૦૦૦ લોકોને પ્રત્યક્ષ અને ૩,૦૦૦ લોકોને પરોક્ષ  રોજગાર સાથે કુલ પાંચ હજાર લોકોને રોજગારી મળશે. આઈકિયા દ્વારા હોમ ફર્નિંશિગ ક્ષેત્રમાં ઉત્પાદકીય જ્ઞાન, કૌશલ ટ્રાનસફર, રિટેલ ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા રાજ્યના હોમ ફર્નિંશિંગ રિટેલ સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ અને આર્થિક વૃદ્ધિ થશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટમાં સમયસર અને ત્વરિત અમલ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી