હું પ્રામાણિક છું, મને બદનામ કરાઇ રહ્યો છેઃ પરબત પટેલ

Wednesday 11th August 2021 04:44 EDT
 
 

ડીસા: છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયા બાદ આ મુદ્દે સાંસદ પરબત પટેલે ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે ખુલાસો કરતાં કહ્યું કે, પોતે નખશિખ પ્રામાણિક છે, મને બદનામ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં બનાસકાંઠાના એક મોટા ગજાના નેતાના યુવતી સાથેના ફોટા વાયરલ કરી તા.૧૫ ઓગસ્ટના રોજ વીડિયો વાયરલ કરવાની ધમકી ભરી જાહેરાત બાબતે અત્યાર સુધી સસ્પેન્સ છવાયેલું હતું, પરંતુ આ મામલે ડીસા ખાતે આ સમગ્ર બાબત પોતાને બદનામ કરવા માટે અને એડિટિંગ કરી વીડિયો બનાવ્યો હોવાનું પરબતભાઈ પટેલે જણાવ્યું હતું. પોતે નખશિખ પ્રમાણિક છે અને ૨૦૧૬થી તેઓને બદનામ કરવા માટે કેટલાક લોકો બ્લેકમેઈલ કરતા હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter