અમેરિકાએ પાકિસ્તાનને રૂ. ૨૦૯૫૯ કરોડની સહાય રોકી

Friday 30th November 2018 06:41 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચાલુ વર્ષે પાકિસ્તાનને અપાનારી ૩ અબજ ડોલર એટલે કે રૂ. ૨૦૯૫૯ કરોડની સંરક્ષણ સહાય રોકી છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ જાહેર કરેલી રૂ. ૯૦૮૧ કરોડની રકમ કરતાં આ બમણી રકમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી, પણ શક્યતા એવી છે કે ટૂંક સમયમાં તેની જાહેરાત કરાશે. ટ્રમ્પ એવું માને છે કે પાકિસ્તાને ત્રાસવાદ વિરુદ્ધ છેડેલા અભિયાનમાં અપેક્ષિત કાર્યવાહી કરી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter