જોહાનિસબર્ગઃ આફ્રિકાના બે તટવર્તી મહાનગર લાગોસ અને એલેકઝાન્ડ્રિયા ક્લાઈમેટ ચેઈન્જના કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રમાં ગરકાવ થવાનું જોખમ ધરાવતા હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. નાઈજિરિયાનું લાગોસ અને ઈજિપ્તનું એલેકઝાન્ડ્રિયા આફ્રિકાના સૌથી મોટા અને સૌથી ઝડપે વિકસી રહેલા શહેરો છે. સમુદ્રના વધી રહેલાં સ્તર અને ખાનાખરાબી કરતા પૂરની ચેતવણીઓએ ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વૈશ્વિક તાપમાન વર્તમાન દરે વધતું રહેશે તો મોટા ભાગની જમીનો દરિયામાં ગરકાવ થઈ જશે જેના કારણે સમગ્ર કોમ્યુનિટીઓ સામે સ્થળાંતરનો ભય અને અર્થતંત્રને ભારે નુકસાનનું જોખમ સર્જાશે. પૂર અને વાવાઝોડાં જેવી ક્લાઈમેટ સંબંધિત આફતોના પરિણામે, લાખો લોકો તેમના ઘર, આફ્રિકાના સૌથી મોટા શહેરોમાં એક લાગોસનો સમુદ્રીતટ ડૂબમાં જઈ રહ્યો છે અને સમુદ્રીસ્તર વાર્ષિક 87 mm ના દરે ઊંચું આવી રહ્યું છે. દર વર્ષે અનેક વિનાશક પૂર શહેરને જળબંબાકાર બનાવે છે. યુનિવર્સિટી ઓફ પ્લીમથના અભ્યાસ મુજબ દર વર્ષે સમુદ્રનું સ્તર 3થી 9 ફૂટ ઊંચુ આવે તેનાથી માનવપ્રવૃત્તિઓને ભયાનક અસર થતી હોય છે. બીજી તરફ, મહાન સિકંદર દ્વારા સ્થાપિત ઐતિહાસિક એલેકઝાન્ડ્રિયા શહેર સામે પણ વધતા સમદ્રીસ્તરના કારણે દરિયામાં ડૂબવાનું જોખમ વધી રહ્યું છે. યુએન ક્લાઈમેટ પેનલ અનુસાર વર્ષ 2050 સુધીમાં સમદ્ર એક મીટર ઊંચો આવશે જેનાથી નાઈલ ડેલ્ટાની ફળદ્રૂપ જમીનોનો ત્રીજો હિસ્સો ડૂબી જશે અને ઐતિહાસિક નગર જળબંબાકાર થઈ જશે.