ઇન્ડોનેશિયામાં ભૂકંપ પછી સુનામીઃ મૃતકાંક ૧૬પ૦થી વધુ

Wednesday 10th October 2018 11:25 EDT
 
 

જાકાર્તાઃ સુલાવેસી ટાપુ પર ભૂકંપ બાદ આવેલા સુનામીએ ભારે તારાજી સર્જી છે. અહીં કાટમાળમાંથી સતત શબ નીકળી રહ્યાં છે. મૃતકાંક ૧૬૫૦ને વટાવી ગયો છે. એક હજારથી વધુ લોકોની ભાળ મળી નથી અને ૨ લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર હોવાનું ઘોષિથ કરાયું હતું.
એક અંદાજ મુજબ આ વિનાશથી ઇન્ડોનેશિયાને લગભગ ૭૦૦ મિલિયન ડોલર અને એક મહિના પહેલાં લોમ્બોકમાં આવેલા ભૂકંપથી ૫૦૦ મિલિયન ડોલરનું નુકસાન થયું હતું એટલે કે ઇન્ડોનેશિયાને લગભગ ૮૮ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. દરમિયાન કાટમાળમાં દટાયેલા મૃતદેહોથી વિસ્તારમાં ઇન્ફેકશન ફેલાવા લાગ્યું છે. પેટાબો અને બાલારોઆમાં ઇન્ફેકશન રોકવા માટે વેક્સીન અભિયાન શરૂ કરાયું છે. રાહતકાર્યમાં લાગેલા લોકોને પણ વેક્સીન અપાઈ રહી છે. તેમને વધારે સાવચેત રહેવા કહેવાયું છે. ઇન્ડોનેશિયામાં આ કુદરતી આપત્તિઓ પછી પર્યટકોમાં ૯૦ ટકા ઘટાડો નોંધાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter