ઈન્ટરપોલના ચીફ ચીની પોલીસની અટકાયત

Wednesday 10th October 2018 08:25 EDT
 

પેરિસઃ લાપતા થયેલા ઈન્ટપોલ ક્રિનિલ પોલીસ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઇન્ટરપોલના અધ્યક્ષ ૬૪ વર્ષીય મેં હોંગવેઈનો પત્તો આખરે ચીનમાંથી મળ્યો હતો.
ચીનની પોલીસે તેમને પૂછપરછ માટે અટકમાં લીધા હોવાનું જાણવા મળે છે. ફ્રાન્સને જાણ થતાં તેમની છ દિવસથી તપાસ અને શોધખોળ કરવામાં આવી હતી, પણ ચીન દ્વારા તેમની અટકાયત અંગે ભેદી મૌન સેવવામાં આવ્યું હતું. આને કારણે તેમની અટકાયત પાછલ ચીનની ભેદી ચાલ હોવાનું મનાય છે.
મેંગ હોંગવેઈ ફ્રાન્સથી ચીન જવા ૨૯ સપ્ટેમ્બરે નીકળ્યા હતા અને ફ્રાન્સની સરકારે તેમની તપાસ અને શોધખોળ શરૂ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter