કેનેડા ચૂંટણીમાં ચીનનો ચંચુપાતઃ ટ્રુડો સામે તપાસ માટે દબાણ વધ્યું

Sunday 12th March 2023 09:43 EDT
 
 

બેઇજિંગ તાઃ 5 - એશિયા અને યુરોપમાં પ્રભુત્વ જમાવવાનાં પ્રયાસમાં લાગેલા ચીને કેનેડાની ચૂંટણીમાં પણ હસ્તક્ષેપ કર્યો છે. બીબીસીએ કેનેડાનાં મીડિયા અહેવાલનાં આધારે કહ્યું છે કે, ચીને કેનેડામાં 2019 અને 2021માં થયેલી બે ચૂંટણીમાં દરમિયાનગીરી કરી હતી. આમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને જીત અપાવવા માટે મદદ કરાઇ હતી. માનવામાં આવે છે કે, આ પ્રયાસોથી સામાન્ય ચૂંટણીનાં પરિણામ બદલાયા નથી, પરંતુ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પર આરોપોને લઇને રાષ્ટ્રીય જાહેર તપાસ શરૂ કરવા માટે દબાણ વધી ગયુ છે.
કેનેડાની ચૂંટણી તપાસ સંસ્થાએ કહ્યું છે કે, તે ચીનની દરમિયાનગીરીનાં આરોપમાં તપાસ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીને 2019ની ચૂંટણીમાં 11 ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. એક મામલામાં 2.5 લાખ ડોલર આપ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter