કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યાઃ આરોપી સરેન્ડર

Tuesday 17th December 2019 07:10 EST
 

મૈસુરઃ મૈસૂરના સુધેશ અભિષેક ભટ (ઉં ૨૫) કેલિફોર્નિયા યુનિવર્સિટી સેન બર્નાડિનોમાં કમ્પ્યુટર સાઇન્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતો હતો. તાજેતરમાં એક મોટેલની બહાર ફાયરિંગથી તેની હત્યા કરાઈ હતી. થેંક્સગિવિંગ ડેના દિવસે સુધેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સુધેશ ત્યાં અભ્યાસ ઉપરાંત પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. હત્યાના આરોપી એરિક ટર્નરે (ઉં ૪૨) સુધેશની હત્યાનો ગુનો કબૂલી સરેન્ડર કર્યું છે. જોકે હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુધેશના પરિવાર માટે લોકોએ એક પેજ મારફતે ફંડ પણ ઉભું કર્યું છે. કુલ ૧૦૦૦ લોકોએ મળીને ૩૯૦૦૦ ડોલરનું ફંડ એકઠું થયું છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter