ગ્રીસમાં રેફ્રરિજરેટેડ ટ્રકમાંથી ૪૦ ગેરકાયદે માઇગ્રન્ટ મળી આવ્યા

Friday 08th November 2019 07:52 EST
 

થેસ્સાલોનિકીઃ ઉત્તર ગ્રીસમાં એક રેફ્રિજરેટરેડ ટ્રકમાંથી ૫૧ માઇગ્રન્ટ જીવિત મળી આવ્યાનું ચોથી નવેમ્બરે સ્થાનિક પોલીસે જણાવ્યું છે. પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. અફઘાન મૂળના આ માઇગ્રન્ટની તબિયત સારી છે. જો કે તે પૈકી સાત લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રકમાં પુરુષો અને છોકરાઓ હતાં. આ લોકોની રાષ્ટ્રીયતાની ઓળખ કરાઈ રહી છે. ડ્રાઇવરની ઓળખ જયોર્જિયાના વતની તરીકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને બ્રિટનમાં રેફ્રીજરેટરેડ ટ્રકમાંથી વિયેતનામના ૩૯ નાગરિકોના મૃતદેહો મળી આવ્યા હતાં. આ ઉપરાંત તાજેતરમાં અન્ય ૩૧ પાકિસ્તાની માઇગ્રન્ટ ફ્રાન્સ-ઇટાલીની સરહદેથી મળી આવ્યા હતાં. તેઓ એક ટ્રકમાં છુપાઇને બેઠા હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter