દાઉદનું ગુનાખોરી તંત્ર આતંકી નેટવર્કમાં તબદીલ થયું એ સૌથી મોટો ભય

Thursday 18th July 2019 05:14 EDT
 

ન્યૂ યોર્કઃ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં દસમીએ ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને દાઉદ ઇબ્રાહિમનો મુદ્દો ઉઠાવ્યો હતો. અકબરુદ્દીને કહ્યું હતું કે દાઉદની ડી કંપનીનું ગુનાખોરી તંત્ર હવે સંપૂર્ણ રીતે આતંકી નેટવર્કમાં બદલાઈ ગયું છે જે ભયજનક છે. ડી કંપનીની ગેરકાયેદ આર્થિક ગતિવિધિઓ બીજા સ્થળે ભલે ઓછી હોય, પરંતુ અમારા ક્ષેત્રમાં વધારે છે. દાઉદ ત્યાં સોનું, ડ્રગ્સ, ફેક કરન્સી અને હથિયારોની હેરાફેરીને અંજામ આપે છે. સુરક્ષા પરિષદમાં બીજા દેશોએ પણ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમાં આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો અને વિવિધ ગેંગ વચ્ચેના સંબંધની વાત કરાઈ હતી. નોંધનીય છે કે, ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ પછી મુખ્ય આરોપી દાઉદ પાકિસ્તાન ભાગી ગયો હતો. ત્યારથી તે ભારતમાં વોન્ટેડ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter