દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબ યુગાન્ડાની મુલાકાતે

Wednesday 11th July 2018 09:45 EDT
 
 

રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝ હોલીનેસ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક અલી કદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) એ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. રાજય હાઉસ એન્ટેમ્બેમાં યુગાન્ડા દેશના રાષ્ટ્રપતિ શ્રી યોવેરી મ્યુસોવેનીએ તેઓને ભાવથી આવકાર્યા હતા. નવીનીકરણ, એકતા, શાંતિના મુદ્દાઓ ઉપર નિખાલસતાથી વાતો કરી હતી.
આ તકે ગોમ્બે હોસ્પિટલમાં કરાયેલા નવીનીકરણ બદલ અને તેમના આવા કાર્યો બદલ આભાર વ્યકત કરાયો હતો. ડો. સૈયદના સાહેબેએ પણ રાષ્ટ્રપતિને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે શહેજાદા કુસૈયભાઇ સાહેબ, શહેજાદા જાફરૂસ્સાદીકભાઇ સાહેબ, શહેજાદા તાહાભાઇ સાહેબ, શહેજાદા હુશેનભાઇ સાહેબ, જનાબ મહેમલભાલ સાહેબ, જનાબ કુસૈયભાઇ સાહેબ, દાઉદી વ્હોરા સમાજના વેપારી પ્રતિનિધિ મંડળના ભાઇઓએ પણ રાષ્ટ્રપતિની મુલાકાત લઇ વ્યપાપર વ્યવસાયને લગતી ચર્ચા કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter