પર્થમાં ૧૮ કરોડના ખર્ચે સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ

Wednesday 13th June 2018 07:12 EDT
 
 

પર્થઃ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રૂ. ૧૮ કરોડના ખર્ચે મણિનગર ગાદી સંસ્થાને નૂતન મંદિરનું નિર્માણ કર્યું છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીના હસ્તે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દસમીએ મંદિરના ઉદઘાટન પ્રસંગે વિશ્વમાંથી અનેક હરિભક્તો અને સંતો એકઠા થયા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પર્થમાં પહેલીવાર મંદિર બનાવવાની સાથે સાથે ઉદઘાટનના દિવસે વૃક્ષારોપણ સહિત એમ્બેટન શાળાના દિવ્યાંગ બાળકોના લાભાર્થે ચેરિટીનું પણ આયોજન હતું. આચાર્ય સ્વામી સાથે ભગવતપ્રિય દાસજી, બેઝવોટર સિટીના મેયર બુલ અને ડેપ્યુટી મેયર ક્રિસ કોર્નિસ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંદિર દ્વારા દિવ્યાંગ બાળકો માટે કરાયેલી મદદનો મેયર અને સ્કૂલ સંસ્થાએ આભાર માન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter