ભારતીય અમેરિકનોએ યુએન મુખ્યાલય બહાર દેખાવો કર્યા

Wednesday 06th March 2019 07:59 EST
 
 

ન્યૂ યોર્કઃ શિયાળો હોવા છતાં પુલવામામાં આતંકી હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો સંયુક્ત રાષ્ટ્ર સંઘના મુખ્યાલય સામે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. કાર્યરત આતંકી જૂથો સામે પાકિસ્તાન પગલાં ભરે એવી માગણી સૌએ કરી હતી.
૧૪મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયાં હતાં.
પાકિસ્તાન પ્રેરિત આતંક સામે રોષ
અમેરિકન ઇન્ડિયા પબ્લિક એફેર્સ કમિટીના પ્રમુખ અને આ દેખાવોના એકઆયોજક જગદીશ સેવહાનીએ પીટીઆઈને જણાવ્યું હતું કે દુનિયાભરમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંક ચાલુ રહેતાં તેની વિરુદ્ધ ભારતીય અમેરિકનો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter