ભારત વિરોધી આંતકી ગ્રૂપને પાકિસ્તાનનો ટેકોઃ યુએસ

Thursday 09th May 2019 05:50 EDT
 

વોશિંગ્ટનઃ પાકિસ્તાન દ્વારા ભારતમાં હુમલા કરવા માટે ભારત વિરોધી આતંકી સંગઠનોને હજી પણ ટેકો આપવાનું ચાલુ જ છે તેમ અમેરિકાના સાંસદ અને થિંક ટેન્કનાં અગ્રણી બિલ રોગીઓએ ચોથીએ જણાવ્યું હતું. પાકિસ્તાન દ્વારા તેનાં પ્રભાવ માટે કોઈ કિંમત ચૂકવવામાં આવી નથી તેમ બિલ રોગીઓએ કહ્યું હતું. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝનાં અગ્રણી બિલ રોગીઓએ કહ્યું હતું કે, પાકિસ્તાન જેવા દેશો દ્વારા પ્રેરિત આંતકનો સામનો કરવાનું આપણે સૌએ ચાલું જ રાખવું પડશે અને આકરા નિર્ણયો લેવા પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter